મહારાષ્ટ્રના નહીં પરંતુ મુસ્લિમ હિતો સાધવા ઉદ્ધવ સરકારની સાથે છે કોંગ્રેસ?
મહારાષ્ટ્ર (Maharashtra) માં મહાવિકાસ આઘાડી સરકારમાં મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચવ્હાણે (Ashok Chavan) નાંદેડમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરુદ્ધ આયોજિત કાર્યક્રમમાં કહ્યું કે અનેક મુસ્લિમ ભાઈઓએ કહ્યું હતું કે અમારો સૌથી મોટો દુશ્મન ભાજપ (BJP) છે. ભાજપને જો રોકવો હોય તો કોંગ્રેસે આ સરકારમાં સામેલ થવું જોઈએ. આથી કોંગ્રેસ આજે આ સરકારમાં સામેલ છે.
નવી દિલ્હી: મહારાષ્ટ્ર (Maharashtra) માં મહાવિકાસ આઘાડી સરકારમાં મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચવ્હાણે (Ashok Chavan) નાંદેડમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરુદ્ધ આયોજિત કાર્યક્રમમાં કહ્યું કે અનેક મુસ્લિમ ભાઈઓએ કહ્યું હતું કે અમારો સૌથી મોટો દુશ્મન ભાજપ (BJP) છે. ભાજપને જો રોકવો હોય તો કોંગ્રેસે આ સરકારમાં સામેલ થવું જોઈએ. આથી કોંગ્રેસ આજે આ સરકારમાં સામેલ છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી કોંગ્રેસ સરકારમાં સામેલ છે ત્યાં સુધી મહારાષ્ટ્રમાં સીએએ (CAA) લાગુ થવા દઈશું નહીં.
ટુ ચાઈલ્ડ પોલીસીનું સમર્થન કરતા વસીમ રિઝવીએ કહ્યું-'જાનવરોની જેમ બાળકો પેદા ન કરાય'
સંસદમાં નાગરિકતા સંશોધન કાયદાની જંગ હારી ચૂકેલી કોંગ્રેસ હવે રસ્તાઓ અને રેલીઓમાં તેને જીતવાની કોશિશ કરી રહી છે. આથી તે મુસલમાનોને ભડકાવવામાં કોઈ કસર બાકી રાખી રહી નથી. સોમવારે મહારાષ્ટ્રના નાંદેડમાં એક રેલીને સંબોધિત કરતા અશોક ચવ્હાણે જે કહ્યું તે કોંગ્રેસની મુસ્લિમ તૃષ્ટિકરણની રાજનીતિ અને રણનીતિ તરફ ઈશારો કરી રહી છે. અશોક ચવ્હાણે કહ્યું કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસે મુસલમાનોના હિત માટે જ ગઠબંધન સરકારનો ભાગ બનવાનું સ્વીકાર્યું છે. આ બાજુ દિલ્હીના શાહીનબાગમાં નાગરિકતા કાયદાના વિરોધમાં ચાલી રહેલા પ્રદર્શનમાં કોંગ્રેસ નેતાઓ સમર્થન માટે પહોંચી રહ્યાં છે. સોમવારે દિગ્વિજય સિંહ પ્રદર્શનકારીઓના સમર્થન માટે પહોંચ્યાં. અર્થ સ્પષ્ટ છે કે કોંગ્રેસ નાગરિકતા કાયદાના વિરોધને મુસલમાનો વચ્ચે મજબુત થવાની તક તરીકે જોઈ રહી છે.
ચવ્હાણના નિવેદન પર શિવસેનાએ શું કહ્યું?
કોંગ્રેસના નેતા અને મહારાષ્ટ્રના મંત્રી અશોક ચવ્હાણના નિવેદન પર મચેલા સંગ્રામ પર શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રમાં 3 પાર્ટીઓની સરકાર છે. કોઈ સેક્યુલર છે, કોઈ હિન્દુત્વની વિચારધારાવાળા છે. મહારાષ્ટ્રમાં સરકાર કોમન મિનિમમ પ્રોગ્રામ પર ચાલી રહી છે. સંજય રાઉતે અશોક ચવ્હાણના નિવેદન પર કશું જ કહેવાની ના પાડી દીધી.
મત માટે કોંગ્રેસનું મુસ્લિમ તૃષ્ટિકરણ?
1. બાટલા હાઉસ એન્કાઉન્ટરને ફેક એન્કાઉન્ટર ગણાવ્યું.
2. ટ્રિપલ તલાક વિરુદ્ધના કાયદાનો વિરોધ કર્યો.
3. લાદેન, હાફિઝ સઈદ માટે સન્માનજનક શબ્દપ્રયોગ.
4. હિન્દુ સંગઠનોને લશ્કર કરતા ખતરનાક ગણાવ્યાં.
5. શાહબાનો કેસમાં ચુકાદા બાદ કાયદો બદલ્યો.
દિલ્હી ચૂંટણી: BJPએ બીજી યાદી બહાર પાડી, કેજરીવાલ વિરુદ્ધ આ યોદ્ધા પડ્યા મેદાને
2019 તેલંગણા ચૂંટણી: કોંગ્રેસનું મુસ્લિમ તૃષ્ટિકરણ!
1. ઘોષણા પત્રમાં ચર્ચ અને મસ્જિદોને મફતમાં વીજળી આપવાનું વચન.
2. મુસ્લિમ યુવાઓને સરકારી કોન્ટ્રાક્ટમાં ખાસ તકો આપવાનું વચન.
3. ગરીબ મુસ્લિમ વિદ્યાર્થીઓને 20 લાખ રૂપિયાની આર્થિક મદદનું વચન.
4. મુસ્લિમો માટે સ્થાનિક શાળા, લઘુમતીઓ માટે હોસ્પિટલ.
5. લઘુમતીઓ માટે ખાસ ઉર્દૂ ડિસ્ટ્રિક્ટ સિલેક્શન કમિટી.
6. ધાર્મિક આધાર પર ભરતીવાળી સંસ્થાઓને દંડિત કરવાની જોગવાઈ.
દિગ્વિજય સિંહ પહોંચ્યા શાહીન બાગ, CAA પ્રદર્શનકારીઓને મળ્યા
કોંગ્રેસનું મુસ્લિમ તૃષ્ટિકરણ!
1. શાહબાનો કેસમાં સંસદમાં કાયદો બનાવીને સુપ્રિમનો ચુકાદો પલટી નાખ્યો.
2. મુસલમાનોને હજ યાત્રા માટે સબસિડી આપવાની શરૂઆત કરી.
3. મુસલમાનોની સામાજિક સ્થિતિ પર સચ્ચર કમિટી બનાવી.
4. ફેબ્રુઆરી 2014માં લઘુમતીઓના સમાન અવસર આયોગને મંજૂરી.
5. મુસ્લિમોમાં ટ્રિપલ તલાક વિરુદધ બિલનો સંસદમાં વિરોધ.
લોકસભામાં કોંગ્રેસના મુસ્લિમ સાંસદ
2004: 10
2009: 10
2014: 7
2019: 5
કોંગ્રેસ સરકારમાં મુસ્લિમ મંત્રી
2004: 7
2009: 7
આ VIDEO પણ ખાસ જુઓ...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...